કોમર્સ કોલેજમાં ભુતપૂર્વ વિધાર્થી તથા વાલી મંડળની મિટિંગ યોજાઇ
ભુતપૂર્વ વિદ્યાર્થી તથા વાલી મંડળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત કોલેજમાં ચાલુ વર્ષે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ તથા ભુતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા. કોલેજના આચાર્ય શ્રી ડો. જે. કે. પટેલ દ્વારા કોલેજમાં ચાલતી વિવિધ પ્રવુત્તિની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તથા કાર્યક્રમ અંતર્ગત ભુતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા. તેમજ વાલી મંડળ દ્વારા કોલેજ અંગેના સૂચનો લેવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના સ્ટાફ પરિવાર દ્વારા સફળતા પૂર્વક પુરુ કરવામાં આવ્યું. ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ તથા ડો. અલકાબેન ક્ષત્રિય દ્વારા ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળની કામગીરી અંગે સમજ આપવામાં આવી હતી.