વિવિધ ડે ની ઉજવણી

આચાર્યશ્રી ડો. જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જીન્સ ડે ,બ્લેક & વાઈટ ડે, સિગ્નેચર ડે તેમજ, સાડી ડે , ટ્રેડીશનલ ડે,તથા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અનુસાર પેટ્રોલ સેવિંગ ડેની ઉજવણી કરી કોલેજના વિદ્યાર્થીઓ સાયકલિંગ કરી કોલેજ આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ પોતાના મિત્ર વર્તુળમાંમહાત્મા ગાંધી ગ્રુપ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ જેવા ગ્રુપના વિવિધ નામ આપી ગ્રુપ ડેની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

Back