એકતા દિવસની ઉજવણી
એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર એમ. બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે એકતા દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ ની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી તેમજ એકતા દિવસના મહત્વ અંગે મેઘલબેન પટેલે વક્તવ્ય રજૂ કર્યું. તથા એકતા દિવસ અંતર્ગત ફ્રેનાબેને વિધાર્થીઓ ને પ્રતિજ્ઞા લેવડાવી. આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષ બી. કોમમાં અભ્યાસ કરતા 70 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બેલા બેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.