ફીટ ઇન્ડિયા કાર્યક્રમની ઉજવણી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કોલેજમાં ફીટ ઇન્ડિયા કાર્યક્રમની ઉજવણી ના સંદર્ભે સવારે વહેલા દોડ અને હળવી કસરતો કરાવવામાં આવી તેમજ પી.ટી. ઇન્સ્ટ્રક્ટર ડો. મનીષભાઈ પટેલે યોગ અંગે થતાં ફાયદાની વિસ્તૃત માહિતી આપી. કોલેજના આચાર્યશ્રી જગદીશભાઈ પટેલની શુભેચ્છા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમસ્ત શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફ ની સાથે એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા 500 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મેઘલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.

Back