GURU Purnima Celebration

શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં બી. કોમના વિદ્યાર્થી ભાઈ - બહેનો માટે તારીખ 03/0/૨૦૨૩  ને સોમવારના રોજ “ગુરૂ પૂર્ણિમા “ ની ઉજવણી કરવામાં આવી . સદર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કોલેજના આચાર્ય શ્રી જગદીશભાઇ  પટેલ સાહેબે વિદ્યાર્થી ભાઇઓ - બહેનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રેરણાદાયી અને પથદર્શક સંદેશો પાઠવ્યો હતો. સર્વે આધાયપકગણ તથા વિધાર્થીઓ દ્વારા “ગુરૂ વંદના અને ગુરુનું મહત્વ “ વિષય પર ગુરૂ માટેની લાગણી વ્યકત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ અધ્યાપિકા ડો અલ્પા જાનીએ કર્યું હતું.

Back