વિશ્વ HIV/AIDS દિવસની ઉજવણી
વિશ્વ એઇડ્સ સપ્તાહ અંતર્ગત "AIDS DAY"ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્વાન વક્તા તરીકે મહેસાણા સિવિલ જનરલ હોસ્પિટલ માંથી ધીરેનભાઈ સોલંકી તથા મહેસાણા નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS સંસ્થા દ્વારા ચાલતા વિહાન પ્રોજેક્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર હેમલત્તાબેન પરમાર દ્વારા વિદ્યાર્થી ભાઈઓ - બહેનોને એચઆઇવી એઇડ્સ, ટીબી તેમજ જાતીય રોગ અવેરનેસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મેઘલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.