IQAC અંતર્ગત મિટિંગનું આયોજન 18-01-2023

IQAC અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ સ્થાને સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રી ડી. આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રિ. ડો.  જગદીશભાઈ પટેલ દ્વારા વર્ષ 2022 - 23 દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની યાદી તથા નવા નિયુક્ત થયેલ કર્મચારીઓનો પરિચય આપવામાં આવ્યો. IQAC કો- કોઓર્ડીનેટર ડો. અલ્પા જાની દ્વારા વર્ષ દરમિયાનની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિઑ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. શ્રી અરવિંદભાઈ પટેલ તથા શ્રી ડી. આર. પટેલ દ્વારા IQAC સંબંધિત માહિતી આપવામાં આવી.  IQAC કો- ઓર્ડીનેટર શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.

Back