“ખાદી ફોર નેશન - ખાદી ફોર ફેશન” અભિયાન

“ખાદી ફોર નેશન - ખાદી ફોર ફેશન” અંતર્ગત કોલેજના આચાર્યશ્રી, શૈક્ષણિક સ્ટાફ તથા બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ એન. એસ. એસ.ના સ્વયંસેવકો તથા કોલેજના વિદ્યાર્થીઓ સામૂહિક રીતે ખાદી પહેરીને અભિયાનમાં બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા. તેમજ કોલેજના આચાર્યશ્રી ડો. જગદીશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ખાદીના વસ્ત્રો પહેરવા તથા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાત મંદ લોકોને રોજગારી મળી રહે તેમજ  આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદીની ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેઓ ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો.

Back