લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધા

લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્ય શ્રી ડો. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં તંદુરસ્ત લોકશાહી માટે યુવાનો ની ભૂમિકા તથા નૈતિક અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીની ભૂમિકા અને સુગમ ચૂંટણી જેવા મુદ્દાઓને આવરી લઈ વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પટેલ અવની, દ્વિતીય ક્રમે રાવલ પૂર્ણિમા અને તૃતીય ક્રમે રાવલ યસ વિજેતા જાહેર થયા હતા. તમામ સ્પર્ધકોને કોલેજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી.

Back