NSS Annual Camp

રાષ્ટ્રીય સેવા યોજના એકમના ઉપક્રમે પ્રિ. ડો. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 15-02-2022 થી 21-02-2022 દરમિયાન રામવિજયનગર(ખરસદા) ગામ મુકામે વાર્ષિક શિબિરનું આયોજન થયું. જેમાં ગામ સફાઈ, આરોગ્ય જાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ, વ્યસનમુક્તિ, દહેજ પ્રથા તથા ગ્રામ્ય સંસ્કૃતિ જતનના ભગીરથ કાર્યો કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કે.કે.પટેલ સાહેબ તથા મહેસાણાનાં સાંસદસભ્ય શારદાબેન પટેલ તેમજ અતિથિવિશેષ તરીકે કાવેરી ડે સ્કૂલના ઓનર શ્રી કે. વી. પટેલ, રોટરી ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ હેમવીરભાઈ રાવ, જિલ્લા ડેલિગેટ મુકેશભાઈ, એમ.એલ.એ ભરતભાઈ ડાભી, રામ વિજયનગર ગામના સરપંચ શ્રી સુરેશભાઈ, ખરસદા ગામના સરપંચ શ્રી નટુભાઈ તથા સમગ્ર ગ્રામજનો એ આ શિબિરને સફળ બનાવવામાં ખૂબ જ સહયોગ આપેલ છે. પ્રોગ્રામ ઓફિસર તરીકેની ભૂમિકા પ્રો.મંદાકિનીબેન પંડ્યા તથા મેઘલબેન પટેલે પૂરી પાડી હતી.

Back