"Fit India Freedom Run" Programme under the banner of Amrit mahotsav of Free India
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 27/10/2021ને બુધવારના દિવસે કોલેજમાં ફીટ ઇન્ડિયાના સંદર્ભે સવારે વહેલા દોડ અને હળવી કસરતો કરાવવામાં આવી તેમજ પી.ટી. ઇન્સ્ટ્રક્ટર ડો. મનીષભાઈ પટેલે યોગ અંગે થતાં ફાયદાની વિસ્તૃત માહિતી આપી. કોલેજના આચાર્યશ્રી જગદીશભાઈ પટેલની શુભેચ્છા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમસ્ત શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફ ની સાથે એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા 500 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.