સ્વાતંત્રીય સેનાનીઓના યોગદાન પર વ્યાખ્યાન
શ્રી વી.આર .પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં તારીખ 08/08/2023 ને મંગળવાર ના રોજ બી.કોમના વિદ્યાર્થીઓ માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની પ્રાપ્તિ માં સ્વાતંત્રીય સેનાનીઓના યોગદાન અને તેમના જીવન વિશે પરિચય આપતો કાર્યક્રમ આચાર્યશ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાયો. જેમાં વકતા તરીકે આશા બેન પટેલ હાજર રહ્યા હતા. તેમણે સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી,વીર સાવરકર વગેરે એ આઝાદી ની પ્રાપ્તિ મા આપેલ તેમના યોગદાન અને તેમના જીવન વિશે માહિતી આપી હતી.તેમણે ફુગ્ગાની પ્રવૃત્તિ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે દેશ ભાવના જગાવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષભાઈ પ્રજાપતિ અને ડો. વિશાલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ.