વાનગી સ્પર્ધા
કોમર્સ કોલેજ મહેસાણામાં વાનગી સ્પર્ધા યોજાઈ .
શ્રી વી .આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ બી. કોમ.- એમ. કોમ. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો માટે કોલાજ અને વાનગી સ્પર્ધા નું આયોજન ડો. હર્ષા ડાંગર , ડો. મહેશ્વરી યાદવ અને પ્રા. સુનંદા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં નિર્ણાયક તરીકે ની ભૂમિકા કોલાજ સ્પર્ધામાં પ્રા. એ. આર. શાહ સાહેબ અને ડો. મહેશ્વરી યાદવે , વાનગી સ્પર્ધામાં ડો. કે. સી. મોદી સાહેબ , ડો. એ. ડી .પરમાર સાહેબ , ડો. અલ્પા જાની અને ડો. મહેશ્વરી યાદવ દ્વારા નિભાવવામાં આવી હતી.
વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .
વાનગી સ્પર્ધામાં નીચેના વિદ્યાથીઓ વિજેતા જાહેર થયા હતા.
- પટેલ રીના કે. પ્રથમ
- સોલંકી ભૂમિ બીજો
- પ્રજાપતિ કિંજલ ત્રીજો
- ભટ્ટ રીયા ત્રીજો
કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.