મતદાર સાક્ષરતા કાર્યક્રમની ઉજવણી
મતદાર સાક્ષરતા ક્લબ અંતર્ગત મતદારનું શિક્ષણ અને તેની અનિવાર્ય જરૂરિયાતો તથા સોશિયલ મીડિયાના માધ્યમો પર થતી આચાર સંહિતા ઉલ્લંઘનને રોકવાના ઉપાયો અંગે ડો. કે. સી. મોદી દ્વારા પ્રથમ વર્ષ બી.કોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. તેમજ ઓનલાઈન વોટિંગ પ્રગતિનો માર્ગ કે મુશ્કેલીઓની પેટી? તે વિષય પર વિદ્યાર્થીઓમાં ચર્ચા સ્પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સદર કાર્યક્રમમાં ૭૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.