વ્યક્તિત્વ વિકાસ શિબિર

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અમૃત મહોત્સવ તથા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના  50 વર્ષની ઉજવણી પ્રસંગે કર્ણાવતી વિભાગ અંતર્ગત કોલેજમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને વ્યક્તિત્વના વિવિધ પાસાઓ જેવા કે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક તથા ભાવાત્મક વિકાસ એટલે સર્વાંગી વિકાસના સંવર્ધન માટે વિવિધ રમતો, ચર્ચા સભા તેમજ યોગ - સૂર્ય નમસ્કાર, દેશભક્તિ ગીત તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી ના માધ્યમથી સંપૂર્ણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્વાન વક્તા તરીકે વિવેકાનંદ કેન્દ્ર માંથી શ્રી કંચનબેન અગ્રવાલ (વિભાગ સંગઠક જીવન વૃત્તી કાર્યકર્તા) તથા શ્રી નલીનભાઈ પંડ્યા (પ્રાંત સંપર્ક  પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મેઘલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ શિબિરમાં કોલેજના 70 વિદ્યાર્થીઓ જોડાઈ શિબિરને સફળ બનાવી હતી.

Back