11-05-2023

Admission Open of M. Com. Sem.-1

શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણા ૨૦૨૩૨૪ એમ.કોમ.સેમ.- ૧ પ્રવેશ અંગેની અગત્યની સૂચના

(૧) એમ.કોમ સેમ૧ ના પ્રવેશ ફોર્મ બારી નં. ૧ ૫૨થી મેળવી તા.૧૧/૦૫/૨૦૨૩ થી ૧૯/૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન ભરી તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ ૧૨-૩૦ સુધીમાં બારી નં. ૨ ઉપ૨ જમા કરાવવાના રહેશે.   

(૨) એસ.સી. / એસ.ટી./ ફીજીકલ હેન્ડીકેપ ની અનામત કેટેગરીનો લાભ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર અવશ્ય બીડવું. તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષની વાર્ષિક આવકનો દાખલો બિડવાનો રહેશે. તે સિવાય અનામત કેટેગરીનો લાભ મળશે નહી.

(૩) બક્ષીપંચ કેટેગરીના વિદ્યાર્થીઓએ ૨૦૨૨-૨૩ ના વર્ષનો દાખલો તેમજ તેને આધારે મામલતદ૨ની કચેરીમાંથી ૨૦૨૩ -૨૪ માં માન્ય નોન ક્રીમીલીયર સર્ટીફિકેટ કઢાવી ફોર્મ સાથે બિડવાનું રહેશે. તે સિવાય બક્ષીપંચના વિદ્યાર્થીઓને તે જાતિનો લાભ મળવાને પાત્ર થશે નહી.

(૪) પ્રવેશ ફોર્મ સાથે એલ.સી. ની નકલ, સેમ-૧ થી સેમ૬ સુધીની તમામ માર્કશીટ નકલ, અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર તથા વાર્ષિક આવકનો દાખલો બીડવાનો રહેશે.

(૫) બીજી યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓએ હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફિકેટ બિડવાનું રહેશે.

(૬) એમ.કોમ. સેમ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ સેમ-૫ માં ૮૦૦ માંથી મેળવેલ ગુણ તથા સેમ ૬ માં ૮૦૦ માંથી મેળવેલ ગુણ નો સ૨વાળો કરી મેરિટ ( ૧૬૦૦ માંથી ) ગણવામાં આવશે અને તે મુજબ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.

(૭) એમ. કોમ. સેમ. ૧ ની પ્રથમ મેરિટ/પ્રવેશ યાદી તા. ૨૩/૦૫/ ૨૦૨૩ ના રોજ નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. પ્રવેશ પ્રવેશ યાદી વાળા વિદ્યાર્થીઓએ તા. ૨૬/૦૫/૨૦૨૩ સુધીમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યાર બાદ તેમનો પ્રવેશ હકક રહેશે નહિં. પ્રથમ પ્રવેશ યાદી પછી બીજી પ્રવેશ યાદી તા.૨૭/૦૫/૨૦૨૩ ના રોજ નોટીસ બોર્ડ ૫૨ મૂકવામાં આવશે.

(૮) વિદ્યાર્થીઓએ અંગ્રેજી મીડીયમ અને ગુજરાતી મીડીયમના ફોર્મ અલગ ભ૨વાના રહેશે.

એમ.કોમ.સેમ.- ૧ અનુસ્નાતક કેન્દ્ર : વર્ષ: 2023-24

એમ.કોમ. સેમ-૧ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મની સાથે  નીચે જણાવ્યા મુજબની વિગતો પ્રમાણપત્રો બિડવાના રહેશે.

( 1 ) બી.કોમ સેમ-૧ થી ૬ સુધીની તમામ પ્રયત્નોની માર્કશીટની વેરિફાઇડ નકલ.

( 2 ) એસ.સી./એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ જાતિનો દાખલો.

( 3 ) બક્ષીપંચના વિદ્યાર્થીઓએ તે અંગેનું પ્રમાણપત્ર ઉપરાંત મામલતદાર શ્રી પાસેથી મેળવેલ વર્ષ: 2022 -23 ની વાર્ષિક આવકનું નોન-ક્રીમિલેઅર ( ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે) અંગેનું પ્રમાણપત્ર અચૂક બિડવાનું રહેશે. અન્યથા અનામત કેટેગરીનો લાભ મળી શકશે નહીં. આવું પ્રમાણપત્ર ન બિડનાર વિદ્યાર્થીને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે.

( 4 ) અપંગ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જનશ્રી પાસેથી મેળવેલ અપંગતા અંગેનું પ્રમાણપત્ર અવશ્ય બિડવાનું રહેશે

( 5 ) યુનિ. ના પ્રવેશ અંગેના પ્રવર્તમાન નિયમો અનુસાર જે વિદ્યાર્થીઑ નીચે જણાવેલ પ્રમાણપત્રોની યાદી પૈકી કોઈ પ્રમાણપત્રો ધરાવતા હશે અને પ્રવેશ ફોર્મની સાથે બિડલ હશે તો મેરીટ યાદી તૈયાર કરતી વખતે 1% લેખે તે પ્રમાણપત્રોનું વેઇટેજ આપવામાં આવશે.

( 6 ) એન.સી.સી. 'બી' અથવા 'સી' સર્ટિફિકેટ.

( 7 ) યુનિવર્સિટી કક્ષાએ એન.એસ.એસ. લીડર તરીકે પસંદગી - એક છોકરો અને એક છોકરી.

એમ.કોમ. સેમ 1 ફોર્મ ચેક કરવા નીચેના ક્રમમાં કાગળો ગોઠવીને આપવા.

પ્રિન્ટ કરેલ ફોર્મ નીચે દર્શાવેલ પ્રમાણપત્રો/આધારો પૈકી લાગુ પડતા પ્રમાણપત્રો ફોર્મ સાથે જોડી નિયત તારીખ સુધીમાં કોલેજના સમય દરમ્યાન કોલેજ કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે.

1. પ્રવેશ ફોર્મ

2. બી.કોમ સેમ-૧ થી સેમ-૬ સુધીની તમામ પ્રયત્નોની માર્કશીટનો સેટ.

3. બી.કોમ. નું ટ્રાયલ સર્ટિફિકેટની નકલ.

4. બી.કોમ કર્યા પછી ગેપ હોય તો રૂ. ૨૦ ના સ્ટેમ્પ પર ગેપ ની વિગત ર્શાવતું    સોગંધનામું ઓરિજનલ તથા તેની એક નકલ.

5. એલ.સી. ની નકલ

6. જાતિનું પ્રમાણપત્ર (ઓપન category સિવાયના વિદ્યાર્થી)

7. ક્રિમિલિયર સર્ટિફિકેટ (લાગુ પડતી જ્ઞાતિવાળા વિદ્યાર્થી)

8. જો લઘુમતી જ્ઞાતિવાળા વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીનો દાખલો

9. આધારકાર્ડ ની નકલ.

10. પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટિફિકેટ ની ઓરિજિનલ.

11. અન્ય આધારો જે કોલેજ દ્વારા માંગવામાં આવે તે રજૂ કરવાના રહેશે.

12. આઈડેન્ટીટી કાર્ડનું ફોર્મ.

13. ધોરણ ૧૦ તથા ૧૨ ની માર્કશીટ ની નકલ જ

                      (તમામ પ્રમાણપત્રો ઉપરોક્ત ક્રમમાં જ જોડાવા)

 

                                              આચાર્ય,